STORYMIRROR

SHAMIM MERCHANT

Inspirational

3  

SHAMIM MERCHANT

Inspirational

મારા હીરો - મારા પપ્પા

મારા હીરો - મારા પપ્પા

1 min
178

આ નથી કોઈ નવાઈની વાત

બધાના અભિપ્રાયનો છે મને સાથ

હર દીકરી ના પિતા, હોય છે એના હીરો

પણ તમારા માટે, ઓછા પડશે મને શબ્દો.


તમારું વ્યક્તિત્વ બીજા બધા કરતા હતું અનુપમ

તમારું સંપૂર્ણ જીવન હતું, પરિવાર ને સમર્પણ

કોઈ તમારી પ્રશંસા કરે, કે કરે પછી ટીકા હરદમ

તમારો પરગજુ સ્વભાવ ક્યારે ન પડ્યો મધધમ.


મારા ડેડી, હસમુખ એવા

કે જ્યારે એમનો ચહેરો યાદ કરું,

તો મુસ્કુરાતો જ યાદ આવે.

ખરાબ લગાડતા તો એમને આવડતું જ ન હતું.


પાણીની એક બુંદ પણ તમને ખુશી આપતી

અને બીજા ના દુઃખ માં તમને રડવું આવતું

ખુદા એ તમને અતિશય પ્રેમાળ

અને વિશાળ દિલ ના માલિક બનાવ્યા હતાં.


છેવટે તો તમારી દીકરી છું.

કાંઈક તો તમારી ગુણવત્તા આવશે જ.

મને ખુશી છે

કે તમારી ક્ષમાની ક્ષમતા,

પ્રભુ એ મને પણ થોડી આપી છે.


તમારી જેમ, હું પણ

વ્યવસ્થિત રહેવાનો પ્રયત્ન કરું છું

મારા દરેક કામમાં, તમારી આવડત પરોવું છું.

તમારી જેમ પધ્ધતિસરનું કામ કરૂં છું.


વર્ષો પછી પણ તમારી કમી ખૂબ મોખરે છે,

તમારા વગર આજે પણ ઘર ખાલી લાગે છે.

તમારી હંસીની ગુંજ આજે પણ સંભળાય છે,

તમારી યાદમાં આજે પણ આસું છલકાય છે.


તમારી જીવન શૈલી

સદૈવ મારા માટે એક આદર્શ રહેશે.

આવનારી પેઢી પણ તમારી ગાથા સાંભળશે,

તમારી યાદો હમેશા અમારા હૃદયમાં જીવિત રહેશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational