લલાટ
લલાટ
લલાટે લખેલા લેખ પણ મિથ્યા કરે, પુરુષાર્થ માનવીનો.
સફળતા પણ અનાયાસે આવી વરે, પુરુષાર્થ માનવીનો.
શું ના કરી શકે કાળા માથાનો માનવી, પ્રયત્નો કરીને એ,
અવળા લેખ પણ સવળા થઈને ફરે, પુરુષાર્થ માનવીનો.
સાવિત્રી પતિને યમપાશથી છોડાવનારી, નારી બની કેવી !
માર્કંડેયમુનિના પ્રયત્ને આવરદા મળે, પુરુષાર્થ માનવીનો.
નથી વિકલ્પ કોઈ કઠોર પરિશ્રમનો, આખરે જિંદગીમાં,
કર્મયોગી તો વિજયમાળને કોટે ધરે, પુરુષાર્થ માનવીનો.
પરસેવાના રસાયણે સિધ્ધિ સામેથી, આવીને મળતીને,
કર્મ કોઈનું એળે કદી ન જાય આખરે, પુરુષાર્થ માનવીનો.
