લગામ દઈએ
લગામ દઈએ
જીવનમાં ઈચ્છાઓ અનેક છે,
એ ઈચ્છાઓ પૂર્ણ કરવા સંઘર્ષ અનેક
ચાલને એ ઈચ્છાઓને થોડી લગામ દઈએ !
વાણી નોતરે સર્વનો વિનાશ
વાણી થકી ખેલાય મહાયુદ્ધ
ચાલને એ વાણીને થોડી લગામ દઈએ !
પાણી છે જીવન સર્વ સજીવ
પાણી છે મર્યાદિત સ્ત્રોત ધરા પર
ચાલને એ પાણીના વપરાશને લગામ દઈએ !
સંગ્રહ કરવાથી રહે છે ભૂખ્યા ગરીબ બાળ
સંગ્રહ થકી થાય બગાડ અનાજ ઢગ
ચાલને એ સંગ્રહવૃતિને થોડી લગામ દઈએ !
વૃક્ષો થકી ધરા બને હરીભરી
વૃક્ષો વિનાની વસુંધરા લાગે ઉજ્જડ
ચાલને એ વૃક્ષોના કાપ પર લગામ દઈએ !
