STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

લાવજો

લાવજો

1 min
272

છો પ્રખર જ્ઞાની તમે ગુસ્સો સદાયે ટાળજો,

સાંભળીને તાગ મનનો ત્યાં નિવેડો લાવજો,


ધાર તીક્ષ્ણ કાઢવી એ તો સમયની માંગ છે,

છે જરૂરિયાત સૌની સાથ સૌને રાખજો,


મોજથી જીવી રહ્યા છો આજને ત્યારે હવે, 

જિંદગીની આખરી પળ હોય ત્યારે આવજો,


આવતાંની સાથે ના કરશો જવાની વાત કે,

રોકવું ગમતું છતાં વિદાય એને આપજો,


ઢોલિયો ઢાળી અહીંયા રાહ કાયમ જોઈ'તી,

આકરાં તપની અસર, એંધાણી મળતાં પાળજો, 


વેગથી ધસમસતી એ ભાગીરથી હિમાલયે, 

આજ ગંગાને કિનારે ઊભી ગંગા પોંખજો, 


એકલાં ચાલ્યા સફરમાં કોઈ વાંધોયે નથી, 

કાળ રાત્રે સાદ તીણો સાંભળીને દોડજો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance