STORYMIRROR

Bhakti Khatri

Inspirational Others

3  

Bhakti Khatri

Inspirational Others

લાઇબ્રેરી

લાઇબ્રેરી

1 min
110

પુસ્તકોનો ખજાનો છે જેમાં જ્ઞાનનો ભંડાર છે,

લાઇબ્રેરી એ નથી કોઈ સર્વ સામાન્ય જગ્યા,


દરેક પુસ્તકમાં જીવનનો અભિગમ,

દરેક પુસ્તકની છે આગવી વિશેષતા,


કોઈ પુસ્તક શીખવે છે જીવનમાં મુશ્કેલીઓથી લડતા,

કોઈ પુસ્તક લઈ જાય કલ્પનાની દુનિયાની સફર કરવા,


પુસ્તકમાં લખાયેલ શબ્દો નથી માત્ર શબ્દો,

એ તો છે જીવનની ઘંટીમાં પિસાયેલ શબ્દો,


ઘણું અઘરું છે ક્યારેક દર્દને વાચા આપવી,

શબ્દો પણ રડે જ્યારે કોઈએ દર્દને વાચા આપી,


અઘરું છે દર્દ ભરેલ વાતને વાચકના હૃદય સુધી પહોંચાડવી,

એના માટે દર્દ લખતાં સ્વયમની એ સ્થિતિમાં કલ્પના કરવી પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational