લાગવું જોઈએ
લાગવું જોઈએ
કવિતામાં વાતાવરણ જીવંત લાગવું જોઇએ,
એમાં હરકોઈ હંમેશાં સંમત લાગવું જોઈએ,
એ નથી કેવળ કોઈ શબ્દોની હેરાફેરી માત્ર,
વાંચતાં જ લખનારું અંગત લાગવું જોઈએ,
સાવ ભારેખમ શબ્દો છોને વિદ્વતા દેખાડતા,
વાણીવિલાસે ના ગતાનુગત લાગવું જોઈએ,
ઉર એનું હોય પીડાથી ભરપૂરને ધબકનારું,
છે સંબોધન મને વખતોવખત લાગવું જોઇએ,
વાંચીને મૂકી દે કોઈ એક કોર એ કવિતા નથી,
દરેકને પોતાનાં સ્વજનનું ખત લાગવું જોઇએ.