Meerabai Sant

Classics


0  

Meerabai Sant

Classics


ક્યાં ગયો મોરલીવાળો

ક્યાં ગયો મોરલીવાળો

1 min 147 1 min 147

ક્યાં ગયો મોરલીવાળો અમારા ઘૂંઘટ ખોલી રે ?

ક્યાં ગયો વાંસળીવાળો, અમને રંગમાં રોળી રે… ક્યાં…..

હમણાં વેણી ગૂંથી હૂતી, પે’રી કસુંબલ ચોળી રે;

માત જસોદા સાખ પૂરે છે, કેસર છાંટ્યા ઘોળી રે… ક્યાં…..

જળ જમુનાનાં ભરવા ગયાં’તાં, બેડું નાખ્યું ઢોળી રે;

પાતળિયો પરપંચે ભરિયો, અમે તે અબળા ભોળી રે… ક્યાં…..

પ્રેમ તણી પ્રેમદાને અંતર, ગેબની મારી ગોળી રે;

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત ચોડી રે… ક્યાં…


Rate this content
Originality
Flow
Language
Cover Design