STORYMIRROR

Hardik Solanki

Romance

5.0  

Hardik Solanki

Romance

કવિતાને

કવિતાને

1 min
1.1K


કહું છું હમણાં જ નિરખ્યો છું એક આશ્ચર્યને;

શબ્દની વહેતી તટિનીને કાંઠે બેઠેલી કવિતાને!


કાગળનાં વાઘા પહેરી ભલે શરમાતી;

અક્ષરોનાં અલંકાર પહેરેલાં ન દેખાય શાને?


સમાસનાં શણગાર સજી, ચાલે ગયેલ કરતી;

મુખેથી વહેતા છંદોનાં સૂર રેલાવતી કવિતાને!


અલ્પ-અર્ધ-પૂર્ણવિરામનાં શંખો વિણતી;

હરણને પંપાળતી, જોઉં છું એ સુંદર કવિતાને!


કાગળની ઓઢી હોય ભલે ઓઢણી,

પરંતુ લયથી લહેરાવતી કવિતાને!


રાગનાં વાગતાં અનુરાગ સૂરો જોય છે,

મંદિરમાં ઝાલર સાંભળતી એ કવિતાને!


પવનની હાજરીમાં વાળ રહ્યા છે ઉડી,

કેશને કલાત્મક રીતે સજાવતી કવિતાને!


આંખો છે ઢળેલી, ના કદી જુવે મારી સામે,

શબ્દોથી ઘાયલ કરવાનાં આશિષ છે કવિતાને!


કવિતા લખી હૃદય ધબકાવનાર આ,

'કાશ..'નાં ધબકારા આભારી છે કવિતાને!



Rate this content
Log in

Similar gujarati poem from Romance