STORYMIRROR

Hardik Solanki

Others

5.0  

Hardik Solanki

Others

મેઘાની પધરામણી

મેઘાની પધરામણી

1 min
27.7K


તપતી'તી ધરતી ને તપતા'તા આભલાં,
ક્યારે ભરાશે નવા નીરથી આ છાબલાં?
ખેડૂતે માંડી છે મીટ ઊંડા આભમાં,
વરસાદ વરસવાના ભૂંડા ખ્વાબમાં!

આષાઢી ઘન ને વાયો પવન,
હવા ચલી ગલીમાં સન સનન..!
ગરજે છે વીજળી ને ધડકે છે આત્મા,
આવ્યા છે નીર નવા સરિતાની પાસમાં!

ઓઢ્યા છે વસુંધરા એ લીલા ચંદરવા,
ડૂબી છે ધરતી એના પ્રીતમના પ્રેમમાં!
ભીંજાતા ઓરડા ને ભીંજાતા ખોરડા,
માટીની મહેક લઇ સમીર વાયો છે જોરમાં!

ભીંજાતી સંગીની ને ભીંજાતી ધરતી,
આવે છે વર્ષા રાણી આભ માંહી સરતી!
ભીંજાય છે લીમડાં ને ભીંજાય છે પીપળા,
વરસતા મેઘમાં આંસુ ન દેખાય આંખનાં!

વીજળીના કડાકા ને કળા-ડીબાંગ વાદળા,
આ વિરહની વેદનાનાં સરકે ના ધાબળા!
નાચી છે પ્રકૃતિ મિલનના તાનમાં,
વધ્યાં છે જળના તળ, ધરતીની શાનમાં!

પણ, ભીંજાતા હૃદયને ક્યાં છે ખબર?
કવિતા લખાય છે એકલતાની આગમાં..!


Rate this content
Log in