પ્રીતનાં તરંગ
પ્રીતનાં તરંગ
નયન બંધ કરતા કોઈ શમણું જડી જાય,
અશ્રુની વહેતી ધારામાં પડછાયા ડૂબી જાય.
મારા સ્વપ્ન-કિનારે તું શમણાં તો જગાડી જા,
કરી લઈશ કેદ શ્વાસમાં, ભલે પ્રાણ છૂટી જાય..!
ક્યાં ખોવાઈ ગયા સંતાકૂકડી રમતા?
સાગરથી કિનારા એમ કેમ રિસાઈ જાય?
તારી યાદમાં રડતા આયનાને હસાવી જા,
જીવી લઈશ "કાશ..", તારી એક ઝલક મળી જાય..!
તારા ગાલનાં એ શરારતી ખંજનનાં સમ,
ગુલાબી યાદને, હોઠ તારા હૂંફાળું ચુંબન કરી જાય.
મારા અરમાનોની ભાંગેલી કબરને સજાવી જા,
દફનાઈ જઈશ જીવતો, કંટકને જો ખૂશ્બુ મળી જાય..!