કવિની લાગણી
કવિની લાગણી
કરું છું હારમાળા મારા તૂટેલા શબ્દોની
વાત કાઈ ખાસ નહી પણ અમુક દર્દની
આ લાગણીઓને કોણ સમજે ક્યાં ખબર
હું તો ઉતારું છું કાગળમાં પળભર
જિંદગીમાં હું હોઈશ કે નહિ એ કૃપા ઈશ્વરની
મારે તો હનુમાન શરણે જવાની ઈચ્છા અંતરની
કોને યાદ હશે હું આ ધરતી પર આવ્યો પણ હતો
બસ થોડી સારી વાતોની વણઝાર બાકી કાંઈ ન હતો
યાદ રહેશે વાતાવરણ જે મળ્યું મને સંગેમાં
રહેવું છે મારે હજુ થોડો સમય એના કણકણમાં
