સાચો મિત્ર
સાચો મિત્ર
1 min
641
મિત્ર મારી મિત્રતાને તારી વિના કોણ સમજે
પત્ર લખું કે શું કહું બસ દિલના ખૂણે જગ્યા રાખજે
વાતો ઘણી અધૂરી છે પણ શબ્દો આ સાચવજે
સુનમુન બેસીને સાદગીને સંગ વચન એક આપજે
નથી કહેતો કે કૃષ્ણ અને સુદામા રૂપી બંધન બાંધજે
ફક્ત નાનકડો કટકો દોરાનો લઈ મિત્રતાની ગાંઠે રાખજે
યાદોના આ સમુદ્રમાં હાથ મારો તું થામજે
ડૂબી જાવ હું તો નાનકડું સ્મિત કરી આપજે
રાત્રીના અંધકારમાં સાદ કરું તો સાંભળજે
બસ હું હોવ કે નહિ પણ ખુદને તું સાચવજે
