કવિ બની ગયો
કવિ બની ગયો
થયા લગ્ન ને અગિયાર, ને કવિતા લખવાનો આવ્યો વિચાર,
પત્નીએ મારી પહેરવ્યો હતો ફૂલો નો હાર,
ને થઈ ગઈ ત્યારથી એની સામે મારી હાર.
પહેરી હતી એને બંગડીઓ બાર,
ને ચોરસ હતો એનો આકાર.
42 કિલોગ્રામ ની હતી ત્યારે મારી નાર,
કરું છું એને હું અનહદ પ્યાર,
ને કહે છે મને કે એમાં નવાઈ શું કરો છો યાર.
પુત્રીના મારા વાંકડીયા વાળ,
ને ગમે એને ચાર બંગળીવાળી કાર,
પત્નીની વાતો રોજ સાંભળું છું અપાર,
કવિતા લખતો થઈ ગયો યાર.
