કુટુંબ
કુટુંબ
હળીમળીને રહેતા અમે,
સૌ એકબીજાને ગમતા,
એકબીજાને હૂંફ આપી,
જીવન સાદુ જીવતા,
કુટુંબ અમારૂં પ્રેમાળ,
પપ્પા મમ્મી સાથે રહેતા,
દાદા દાદી સાથે,
બાળકો પણ ભળતા,
વ્હાલ કરતા દાદી પણ,
બાળકોને સુંદર વાર્તા કહેતા,
સારા સંસ્કારને ધર્મની વાતો,
ભજન કિર્તન સાથે કરતા,
હળીમળીને રહેતા અમે,
સૌ એકબીજાને ગમતા.
