STORYMIRROR

Jashubhai Patel

Classics Others

3  

Jashubhai Patel

Classics Others

કરે છે

કરે છે

1 min
26.7K


વાતે વાતે બફાટ કરે છે,

સપનામાં મહેલાત કરે છે.

સૂરજ પાલવમાં સંતાડી ,

તારા ઓઢી રાત કરે છે .

અંધારૂં ઊલેચવા સારૂ,

કોડીયા નીચે વાટ કરે છે.

ધીરજનો છાંટો ન મળે ને,

ખોટો ખોટો રઘવાટ કરે છે.

ઊભા રહેવાની તાકાત નથી,

તો પણ લાતંલાત કરે છે.

પોતાનું ઠેકાણું છે નહિ,

ને પારકી પંચાત કરે છે.

ખુદને ઓળખતો નથી 'જશ',

ખુદા ઓળખ્યાની વાત કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics