STORYMIRROR

Anil Dave

Inspirational

3  

Anil Dave

Inspirational

કફન ઓઢાડાવાય છે

કફન ઓઢાડાવાય છે

1 min
259

કો'કની રચના ને સરસ કહેવામાં,

સ્વમાન ઘવાય છે,

હું સૌની રચનાને સરસ કહું છું,

તો માન જળવાય છે.


અક્ષરોની આટા-પાટીમાં પડ્યો,

તે ફસાયો સમજજો,

અક્ષરોને રંગોથી રંગીને મનનું,

સમાધાન કરાવાય છે.


કાળા અક્ષરો કૂહાડેથી મારે છે,

કાળા માથાનો માનવી,

મહેનતની કમાણીનો રોટલો,

અમૃત સમાન કહેવાય છે.


આસપાસ ને ચોપાસ લાગવગશાહીનો,

તમાશો દેખાય,

સાચા કવિઓ પર એડીટરો દ્વારા,

કફન ઓઢાડાવાય છે.


આ ભારત દેશમાં ભ્રષ્ટાચાર નામનો,

એક રાક્ષસ ફરે છે,

લાલચની ડાકણ દ્વારાજ જનતાને,

નિશાન બનાવાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational