કોરોના
કોરોના
સેનેટાઇઝ કર્યા, માસ્ક પહેર્યા
પહેરી પહેરીને થાકી ગયા
પણ કોરોના ગયો નહીં, બેનો કોરોના ગયો નહીં.
દીવા પ્રગટાવ્યા, થાળી વગાડી
વગાડી વગાડીને થાકી ગયા પણ કોરોના ગયો નહીં, બેનો કોરોના ગયો નહીં.
લોકડાઉન લાવ્યા, ઘરમાં રહ્યા
રહી રહીને થાકી ગયા પણ કોરોના ગયો નહીં, બેનો કોરોના ગયો નહીં.
મહાદેવ આવ્યા, કાનુડો આવ્યો
આવી આવીને જતા રહ્યા પણ કોરોના ગયો નહીં, બેનો કોરોના ગયો નહીં.
ગણપતિ આવ્યા, પિતૃઓ આવ્યા આવી આવીને જતા રહ્યા પણ કોરોના ગયો નહીં બેનો કોરોના ગયો નહીં.
નવરાત્રી આવશે, માતાજી આવશે આવી આવીને જતા રહેશે સાથે કોરોનાને લેતા જશે બેનો કોરોના ને લેતા જશે.
