KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

કોરોના ભાગી જા

કોરોના ભાગી જા

1 min
183


ઓ કોરોના ભાગી જા

ઊંઘ્યો હોય તો જાગી જા,


માણસોને આમ ના માર

મોતનાં ના કરીશ તું વાર,


હોસ્પિટલોમાં નથી ખાટલા

ઓક્સિજનનાં નથી બાટલા,


સ્મશાનમાં લાગી લાઈન

મોતની કરી તે તો સાઈન,


લોકોનાં ધંધા કર્યાં તે બંધ

યમ સાથે છે તારો સંબંધ,


લોકો જીવી રહ્યા ડરી ડરી

ઠેર ઠેર લોકો રહ્યા મરી મરી,


શાળાઓમાં બંધ કર્યું ભણતર 

તે તો ઘરોમાં રોળ્યુ જીવતર,


લોકોને ઘરમાં કર્યા તે કેદ

રંક, અમીરનો ના રાખ્યો ભેદ,


માણસ માણસથી કર્યો દૂર

હાથ ધોવા કર્યા સૌને મજબૂર,


માણસ માણસ ના જાય પાસ

જગતમાં ખડકી તે લાખો લાશ,


પોઝિટિવ શબ્દ હતો સારો

એ શબ્દમાં મોતનો ચલાવ્યો મારો,


લાશોને તે તો કરી રઝળતી

અસ્તવ્યસ્ત કરી નાંખી ધરતી,


ઘરોમાં માતમનો વાયરો વાયો

લોકોમાં તારો ડર ચારેકોર છાયો,


ઓ દુષ્ટ તારાથી અમે નથી બીતાં

અમારી રક્ષા કરશે મા ગીતા ને સીતા,


'કનક' કહે ડરતા નહીં લોકો

સાવધાનીથી આ રાક્ષસને રોકો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational