કોઈ રાહ બતાવો
કોઈ રાહ બતાવો
ભટકે છે યુવાન આજનો, કોઈ રાહ બતાવો !
શિક્ષિત, બેરોજગાર યુવાનમાં સ્વાવલંબન જગાવો,
શક્તિ, કૌશલ,સંકલ્પથી યુવાનને વિજયી બનાવો,
જ્ઞાન અને ટેકનોલોજીથી કર્તવ્ય ચેતના પ્રગટાવો,
સ્વામી, સરદાર ,કલામને તેનાં આદર્શ બનાવો,
ભટકે છે યુવાન આજનો, કોઈ રાહ બતાવો !
બીડી ,સિગારેટની ફેશનને તિલાંજલિ અપાવો,
અવિશ્વાસ, અંધશ્રદ્ધાને ભ્રષ્ટાચારથી વિમુખ બનાવો,
હતાશા, નિર્બળતા દૂર કરી સ્વમાન પાછું અપાવો,
મૂલ્યશિક્ષણ, સદભાવનાની જયોત હદયમાં પ્રગટાવો,
સ્વયંશિસ્ત, સમર્પણ ભાવનાથી રાષ્ટ્ર પુરુષ બનાવો,
ભટકે છે યુવાન આજનો ,કોઈ રાહ બતાવો !
સાદું જીવન ઉચ્ચ વિચાર એજ આદર્શ અપનાવો,
પરિશ્રમ એ જ પારસમણિનો ધ્યેય સિદ્ધ કરાવો,
મહાપુરુષોના જીવનચરિત્રો વંચાવી જીવન સાર્થક બનાવો,
રસરુચિ અનુસાર કારકિર્દી માર્ગદર્શન તેને અપાવો,
વર્ગખંડમાં યુવાનને તેની સુષુપ્ત શક્તિઓને પરિચય કરાવો,
ભટકે છે યુવાન આજનો ,કોઈ રાહ બતાવો !