STORYMIRROR

Meerabai Sant

Classics Others

0  

Meerabai Sant

Classics Others

કોઈ મને પ્રભુજી બતાવો રે

કોઈ મને પ્રભુજી બતાવો રે

1 min
591


કોઈ મને પ્રભુજી બતાવો રે

કોઈ મને પ્રભુજી બતાવો રે, મધુવનમાં૦

તારી કૃપાનો હું પાર ન પામું,

મનમાં ફરે છે પ્રભુ તનમાં રે. મધુવનમાં૦

હાર જ તૂટ્યો ને શિર જ ભાંગ્યાં,

નીર તો ઝરે છે લોચનમાં રે. મધુવનમાં૦

ઢુંઢત ઢુંઢત વ્રજનારી રે ઢુંઢી,

વ્યાકુળ થઈ મારા મનમાં રે. મધુવનમાં૦

ખોજત ખોજત જગકે લોકો,

હરિ વસે છે હરિજનમાં રે. મધુવનમાં૦

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ,

આવી મળ્યા છે એક પળમાં રે. મધુવનમાં૦


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics