કલમ
કલમ


વૈચારિક ક્રાંતિ કરી શકે છે કલમ.
વિચારબીજને વાવી શકે છે કલમ.
નાદબ્રહ્મનું છે એ પ્રતિક આખરે,
માનસિકતા બદલી શકે છે કલમ.
સારું કે ખરાબ કરવા સક્ષમ છે,
પાત્રતા મુજબ વધી શકે છે કલમ.
છે એ મા શારદાની પ્રસાદી કેવી !
દૂરસુદૂર સુધી પહોંચી શકે છે કલમ.
જીવતાં જશ અપાવનાર બનતી,
ગયા પછી પણ જીવી શકે છે કલમ.
એ છે શસ્ત્ર બુદ્ધિજીવીને શાળીનું,
કોઈ ક્યાં સ્થાન લઈ શકે છે કલમ.
તલવારથીય ભયંકર છે હિંસામાં,
કામ જિહ્વાનું સંભાળી શકે છે કલમ.
કાનામાતર વિનાની તોયે પ્રબળ છે,
ગેરહાજરીમાં સાંભરી શકે છે કલમ.
વખાણાય કે વખોડાય હસ્ત મુજબ,
લખ્યા પછી ક્યાં ફરી શકે છે કલમ!?
વ્યક્તિ ક્યાંથી ક્યાં સુધી પહોંચતી,
કેટકેટલું અંતર કાપી શકે છે કલમ !!