STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

ખ્વાબ તો દે

ખ્વાબ તો દે

1 min
353

જગાડ મા હવે, છે ઊંઘ મીઠી ખ્વાબ તો દે

નજીક આવ અને સ્વપ્નની ત્યાં છાબ તો દે,


અગાઉ ચાલ તમે ચાલી એની વાત ના કર, 

સલામ ઠોક હવે, થોડુ માન સાબ તો દે, 


સમાન રાખ નજર તારી, વાત થાય તો કર, 

કરેલ કોશિશ નાકામ થાય દાબ તો દે, 


સજાવ ઢાલ અહીં રોજ સામે હોય એની, 

કદાચ એમ ફરક જો પડે હિસાબ તો દે, 


ચહેરો ઢાંકી ફરે આળખાય કેમ બોલો,

બહાર આમ ખૂલે મોઢે ? દે હિજાબ તો દે, 


બીમાર આજ પડી જાય મનથી આખરે ત્યાં, 

જરૂરિયાત ઘણી ઓછી, થોડી રાબ તો દે, 


જરાક ખ્યાતિ મળે ત્યાં જ ગર્વ થાય એનો,

ઝક્કાશ બોલી હવે માત્ર એ ખિતાબ તો દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance