Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hiten Patel

Inspirational Others

3  

Hiten Patel

Inspirational Others

કહો કવિતા

કહો કવિતા

1 min
406


કંથા ભાથેથી છૂટે બાણ, 

સ્નેહપુંજ વેરે ભાણ !


એમ શબ્દ વહેણ હૈયેથી સર્યા જ કરે છે !

ના ઘાટ, 

ના સાગર તટ કે કોઈ રણદ્વિપોના પટ !


રખે ઘોર ઘૂઘવતા પૂર 

કે રંક નિર્બળોના દર્દ દમનના નૂર !


હર નેત્રેથી 

અનિમેષ પ્રખર ગર્જતો એ હૃદય વિહારી સૂર છે !


મારા પ્રિત બંધુઓની 

વ્યથા આલપતું હૃદય, 

વાંસળી થઈ વાગે છે !


પછી એને કહો કવિતા 

કે હૈયે સળગતી ગ્રીષ્મ ચિતા !


એતો રસીલાં હૈયામાં 

વહેતી રે વા'લ સરિતા છે !


Rate this content
Log in