STORYMIRROR

Arjun Gadhiya

Classics

4  

Arjun Gadhiya

Classics

ખમ્મા સાવરકરને ઝાઝી

ખમ્મા સાવરકરને ઝાઝી

1 min
192

થયો એવો મરાઠી,

બ્રિટિશને એણે હાંકી,

લડી હિંદની આઝાદી,

ખમ્મા સાવરકરને ઝાઝી…

                         ખમ્મા ૦...

 

બ્રિટનીયો સૂરજ કેવો,

કદી ડૂબે નહિં એવો,

કર્યો પરચો એવો,

ભાણ ભાંગ્યો દૈત્ય જેવો…

                         ખમ્મા ૦...

 

સાત સમંદર કાપી,

ધોળ્યાને ઘેર ત્રાડ નાખી,

અંગ્રેજ થયાં ધૂળધાણી,

ધ્રૂજી રાણી અભિમાની…

                         ખમ્મા ૦...

 

મિત્રમેળાં સ્થાપી,

અભિનવ ભારત આપી,

ક્રાંતિની આગ ચાંપી,

લંકા બ્રિટનની બાળી…

                         ખમ્મા ૦...

 

સજા મળી કાળાપાણી,

હસીને સ્વિકારી,

મોતને માત આપી,

જન્મટીપને શરમાવી…

                         ખમ્મા ૦...

 

હિંદુ મહાસભાના સ્વામી,

રાજમાં હિંદુ કરણ લાવી,

ભાંગી ભરમની લાઠી,

સિંહ ખમ્મા ભગવાવાદી…

                         ખમ્મા ૦...

 

વીરની ગાથા છે લાંબી,

ઈતિહાસે અંધારે રાખી,

'અર્જુને' લખી કહાની,

ખમ્મા સાવરકરને ઝાઝી…

                         ખમ્મા ૦...


Rate this content
Log in

Similar gujarati poem from Classics