ખેડૂત
ખેડૂત
ખેડૂતને જગતનો તાત કહ્યો છે,
જેણે પ્રખર ટાઢને તાપ સહ્યો છે,
પોતાની જાતની પરવા કર્યા વિના,
પરસેવે નાહી ને ડીલ થતા ભીના.
આશા ભરી નજરે આકાશ જોય,
વ્યથા એની સમજી શકે નહીં કોય,
કુદરતની પણ માર પડે એને,
સહે ચુપચાપ કહી શકે નહીં કોને.
ખુબ મહેનત કરી કુટુંબ નિભાવે,
એની સાથે ભલું સૌનું થતું આવે,
ઉપજાવી ધાન ને જગત ને પાળે
પંખીઓ આવી તેમનો ભાગ પાડે.
