STORYMIRROR

Ladu Rabari

Children Classics

2  

Ladu Rabari

Children Classics

કહે ટામેટું

કહે ટામેટું

1 min
2.7K


કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી,

દુધી માસી દુધી માસી ઝટ પહેરવો બંડી,


આના કરતાં હતાં ડાળ પર રમતા અડકો દડકો,

મીઠો મીઠો બહુ જ લાગતો એ સવર્ણો તડકો,


અહીં તો છે ઠંડી અને બરફના ગામ,

કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફ નામ,


ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા અતે ધારી,

મુળાભાઈએ ટામેટાને તપાક ટપલી મારી,


દડતું કરતુ કયું ટામેટું છેક ફ્રીજની બહાર,

બારીમાંથી સુરજ જોયો નથી ખુશીનો પાર,


ત્યાં નાનકડા કિરણો આવ્યા પાર કરીને સડકો,

કહે ટામેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો,


કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી,

દુધી માસી દુધી માસી ઝટ પહેરવો બંડી.


= કવિ શ્રી કૃષ્ણ દવે


Rate this content
Log in

More gujarati poem from Ladu Rabari

Similar gujarati poem from Children