કેવું સારું !
કેવું સારું !
આચરણ એ જ સંદેશ બની જાય તો કેવું સારું,
કોઈના વર્તનમાં ગાંધીજી પરખાય તો કેવું સારું !
ગળાં ફાડીને ઝીંકેલાં ભાષણોથી અર્થ નહિ સરે,
પગલાંમાં જ દૈવત કદી વસી જાય તો કેવું સારું !
સૌકોઈ બને છે મહાન પોતાનાં આચરણ થકી જ,
કરણી કથનીમાં એકરુપતા દેખાય તો કેવું સારું !
આચરણશૂન્યતા એ જ સમસ્યા છે આજકાલની,
સલાહ, ઉપદેશ, બોધ હવે હટી જાય તો કેવું સારું !
જગતને સુધારવા નીકળે છે લોકો ઉપદેશ આપીને,
ખુદ પોતે સુધરીને સંદેશ આપી જાય તો કેવું સારું !
