કે' વું પડે...!
કે' વું પડે...!


શરણ તારું આખરે લેવું પડે.
છો દયાસાગર તને કે'વું પડે.
ભૂલને બસ ભૂલવાની રીત છે,
બિરુદ પાવનનું તને દેવું પડે.
દેખતાં નૈને અશ્રુ જ્યાં આવતાં,
ઉર હશે નવનીત, અનુભવવું પડે.
ના રહે ડર કે પછી સંશય જરા,
પામતાં પરમેશને તજવું પડે.
થાય રતિ હે પ્રભુ નાતો જોડતાં,
ભવરણેથી જીવને તરવું પડે.