કાવ્યસુંદરીને પ્રશ્ન
કાવ્યસુંદરીને પ્રશ્ન
કહો સુંદરી! ક્યાં લગ જાવું?
ભીતર ... કાંઠે .. જલવત થાવું!
સામે છેડે શબ્દ મુલાયમ,
ઊઘડે મોતી માફક વાલમ...
ઝળહળ થાવું ને મલકાવું!
કહો સુંદરી! ક્યાં લગ જાવું?
વૃન્દાવનના તવ ઝાંઝરીયા,
જાણે ઘૂઘવતા સમદરિયા...
ખળખળતું થઇ ક્યાં વહી જાવું?
કહો સુંદરી! ક્યાં લગ જાવું?

