જન્મદિન મુબારક
જન્મદિન મુબારક
જન્મદિન મુબારક હો કૃષ્ણ કિરતારને,
જન્મદિન મુબારક હો ગીતાના ગાનારને,
હણ્યા મામા માસી હતા જે ધર્મવિમુખ
જન્મદિન મુબારક હો અધર્મ હણનારને,
કીધી ચોરી નવનીતની ગોપબાળ સાથમાં,
જન્મદિન મુબારક હો કાલિય નાથનારને,
હર્યું દારિદ્રય સુદામાનું અઢળક આપીને,
જન્મદિન મુબારક હો શ્રીકૃષ્ણ દાતારને,
મન મોહ્યાં બંસીમાં ગોપીવૃંદ સુખ દેનારને,
જન્મદિન મુબારક હો પાર્થ રથ હાંકનારને.