જિંદગીની પરીક્ષા.
જિંદગીની પરીક્ષા.


ડગલે ને પગલે આવતી પરીક્ષા જિંદગીની.
ક્યારેક એ કેટલી તાવતી પરીક્ષા જિંદગીની.
નિજથીય અધિક સ્નેહ કરી બેઠો જિંદગી,
ક્યારેય કદી ન ફાવતી પરીક્ષા જિંદગીની.
માંડ શાંતિનો શ્વાસ લઈએ કદી આરામથી,
ત્યાં ઓચિંતી મૂંઝાવતી પરીક્ષા જિંદગીની.
ફૂલગુલાબી જીવન કેવળ કલ્પનામાં રહ્યું ને,
મધ્યાહ્ને રણમાં હંફાવતી પરીક્ષા જિંદગીની.
પરિણામે શું એ આપતી નથી ખબર હજુએ,
આયોજનો બધાં ખોરવતી પરીક્ષા જિંદગીની.