STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

જિંદગી જીવાય નહીં મહેનત વગર

જિંદગી જીવાય નહીં મહેનત વગર

1 min
344

જિંદગી જીવાય નહીં કોઈ શરૂઆત વગર,

ઉકેલ પણ આવે નહીં કોઈ શરૂઆત વગર,

ટોળું ઈચ્છાઓનું સળવળતું રહે ભીતર,

આમ જ બેસી રહેવાય નહીં મહેનત વગર,

સવાર પડે જોઈએ ચહેરાં માનવીઓનાં,

સમજાય વાતો કોઈ મોટી રજૂઆત વગર,

ખાવું પીવું જ નથી આ દુનિયામાં સર્વ કંઈ,

કસરત કરી હ્રુષ્ટપુષ્ટ થઈએ આળસ વગર,

શરીર સ્ફૂર્તિલું રાખો તો રહે મનોબળ ઊંચું,

સફળ થઈ આનંદ કરો ખોટાં વિચાર વગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational