STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

2  

Chaitanya Joshi

Inspirational

જીવનસાથી

જીવનસાથી

1 min
13.1K


વય અડધી વીતતા ને સમજાય છે જીવનસાથી.

સુખદુ:ખની ક્ષણોમાં પરખાય છે જીવનસાથી.

રીસામણા ને મનામણાં એ વાત થૈ શરુઆતની,

બાકી સમય વીતતા વીતતાને વિચારાય છે જીવનસાથી.

મતભેદ આરંભના વખતના વહેણે વહી જાય છે,

જીવતરના સંગાથી વરતાય છે જીવનસાથી.

સંપ, હૂંફને પારસ્પારિકતા નવજીવનને બક્ષતાં,

નરની પ્રગતિના મૂળમાંહે દેખાય છે જીવનસાથી.

અનુકૂલનની અદ્ભૂત કળા સમજદારને સાધ્ય,

અવની પર અલકાપુરી સરજાય છે જીવનસાથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational