જીવન
જીવન
સત્કર્મોની સુવાસ ફેલાવી જીવન જીવવાનું.
આચરણમાં શુદ્ધતા લાવી જીવન જીવવાનું.
વારેવારે ના મળે મનુષ્ય અવતાર આપણને,
મળ્યો છે તો કૈંક કરી છૂટી જીવન જીવવાનું.
માયાનાં રંગે રંગાઈ કદી કર્તવ્ય નહીં ભૂલવું,
અવરનું કૈંક સારું સદા કરી જીવન જીવવાનું.
ઈશ પણ હરખાય આપણાં કર્મો જોતાંને,
પુણ્ય તણું પાથેય બસ ભરી જીવન જીવવાનું.
કાલ ઉપર કશું મૂલતવું એ નરી મૂર્ખતા છે,
આજને અબઘડી સંવારી જીવન જીવવાનું.
