STORYMIRROR

Sujal Desai

Romance

3  

Sujal Desai

Romance

જીવન વધામણા

જીવન વધામણા

1 min
13.9K


હાસ્ય, રૂદન, રિસામણા ને મનામણા,

જિંદગીના જોખમોને સાથે કરીએ વધામણા..

હાથમાં હાથ નાખીને જોઈ લઈએ સોનેરી સમણા,

જિંદગીભરની મહોલતમાં પૂરા કરીશું એક નહિને ઘણા...

વિશ્વાસની વાંસળીના સૂરે પ્રેમના ગીત,

ફેરા ફર્યાને બની ગયાં બે ધડને એક ચિત્ત.

હરહંમેશનો સાથને જન્મો જન્મની પ્રીત,

નયનોમાં દેખાય અમને પ્રેમનું સંગીત.

એકમેકના સ્પર્શના હૂંફાળા લાણા,

લાગણીના પૂરમાં તરબતર ભીંજાણા,

સાથે સહીશું દુઃખના સતામણા,

તો કામ થશે એક નહિને બમણા,

જેણે બનાવી જોડી એના રૂપ છે ઘણા,

પણ દાંમપત્યમાં તારાને મારા મનમાં સમાણા...

હાસ્ય, રૂદન, રિસામણા ને મનામણા,

જિંદગીના જોખમોને સાથે કરીએ વધામણા..


Rate this content
Log in

Similar gujarati poem from Romance