STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

જીવન તારું રંગવા દે

જીવન તારું રંગવા દે

1 min
374

હાથ તારો થામવા દે,

સુખો બધા પામવા દે,


નથી જીતવી દુનિયા મારે,

હૈયું મને તારું જીતવા દે,


લઈ મેઘધનુષ્યના રંગો,

જીવન તારું રંગવા દે,


પ્રેમ તારો પામવો છે,

પ્રેમમાં મને ફના થવા દે,


સફર કરવી તારા હૈયા સુધી,

આ સફર મને માણવા દે,


ફના થવું છે મને ઇશ્કમાં,

ભીતર તારી ભળવા દે,


પામી લેવી જન્નત અહીં,

તારે હૈયે મને પ્રવેશવા દે,


તું ઇશ્ક,

તું ઇબાદત, તું ખુદા,

તારા મનમંદિરમાં રહેવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance