જગજનની માતા
જગજનની માતા
વંદન અમારાં સ્વીકારો જગજનની માતા,
અવગુણ તમે વિસારો જગજનની માતા,
શરણે આવ્યા દીન બનીને,
જગજંજાળ સઘળી ભૂલીને,
બતાવો અમને કિનારો જગજનની માતા,
તમે દયાળુ તમે છો કૃપાળુ,
શરણ તમારું હોય હેતાળું
દિલની દુગ્ધા હવે તો ઠારો જગજનની માતા,
ભૂલી મારગને ખૂબ ભટક્યા,
સમજ્યા ત્યાંથી સૌ અટક્યા,
આશરો હવે એક છે તમારો જગજનની માતા,
અંતર આરઝૂ અમારી માતા,
તમારી કરુણા હે મા સુખદાતા,
હરપળ હોય તમારા વિચારો જગજનની માતા,