Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

જે કોઇ પ્રેમઅંશ અવતરે

જે કોઇ પ્રેમઅંશ અવતરે

1 min
1.0K


જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે, સિંહણ સુતને જરે; 

કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે... પ્રેમરસ

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે;

ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે... પ્રેમરસ

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;

વગરવંશીને વમન કરાવે વેદવાણી ઉચ્ચરે... પ્રેમરસ

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ નવ સરે;

મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ન ભરે ... પ્રેમરસ

કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠ ન ફરે;

દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે ... પ્રેમરસ

- દયારામ


Rate this content
Log in

Similar gujarati poem from Classics