જાયા
જાયા
સુખ અને દુઃખમાં સાથ નિભાવે છે જાયા.
પુરુષનું અડધું અંગ બની આવે છે જાયા.
સંસારરથના બે પૈડાં જ સમજી લોને તમે,
હૂંફ, સ્નેહને આદરને એ બતાવે છે જાયા.
ભોજનમાં માતા સમાન બનીને રહેનારીને,
પતિની અન્નક્ષુધાને કેવી મિટાવે છે જાયા.
કાર્યમાં ધરી લે છે રૂપ એ નૃપમંત્રી તણુંને,
સલાહ સાચી દૈ ફરજ બજાવે છે જાયા.
રહે છે પતિની હારોહાર ઊભી હરવખતે,
શયનખંડમાં રોલ રંભાનો ભજવે છે જાયા.
બનીને પ્રક્ષેપ પતિનો ; સાથોસાથ ચાલનારી,
સમર્પણ થકી જીવનને એ દીપાવે છે જાયા.
