Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ઈશ્વર

ઈશ્વર

1 min
230


ભક્તોનાં અંતરને પણ વાંચનાર છે ઈશ્વર,

વગર શબ્દે પણ એ સમજનાર છે ઈશ્વર,


છે એ તો ભાવભૂખ્યા ભાષાની શી જરૂરત ?

બંધ ઓષ્ઠને પણ એ સાંભળનાર છે ઈશ્વર,


વગર તારે અંતર આરઝૂ એને પહોંચી જતી,

દિલની દાસ્તાનને એ સ્વીકારનાર છે ઈશ્વર,


જગતનાં કણેકણમાં વ્યાપતો એ સૂક્ષ્મરૂપે,

અણીના વખતે ક્ષણમાં આવનાર છે ઈશ્વર,


પૂરેપૂરું ભાન છે ભક્તવત્સલ બિરુદનું એને,

ભક્તલાજ સાચવવા હાજરાહજૂર છે ઈશ્વર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational