STORYMIRROR

Jagat Patel

Inspirational

3  

Jagat Patel

Inspirational

હવે શાને ડરે છે...?

હવે શાને ડરે છે...?

1 min
14K


જવાની તો જવાની છે હવે શાને ડરે છે...?

પળે પળને તો માણી છે પછી શાને મરે છે...?

કરમની છે એ સઘળી ગતિ ભલા શાને રડે છે...?

ચડે છે ચોપડે ચિત્રગુપ્તના જે પણ કરે છે...?

કરેલું કર્મ ફોગટ તો નથી ગીતા કહે છે...

ઊઠીને લાગ કામે આમ શાને તું ફરે છે...?

બની બેઠા છે સામાજિક જનાવર આજ માણસ...

જે લાગ્યું હાથ, કાગળ હોય તો પણ એ ચરે છે...

'જગત'માંથી હવે શું લઇ જવાનું છે અમસ્તા...

અરે મર્યા પછી તો લાશ પણ જોને તરે છે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational