હું
હું


તારી યાદનો છું તલબગાર હું,
આખરે છું તારોજ વિચાર હું,
તારા નામની રટ લાગી છે કેવી,
રખેને તારો બસ આવકાર હું,
ઉરથી ઉર લગી અનુસંધાનને,
તારા વિયોગનોજ ઉપચાર હું,
દિલ તારું દિલ મારું એકાકાર,
શકેને તુજ દિલનો ધબકાર હું,
તારા વિચારે શ્વસી રહું એકલો,
તુજ હૈયે બની જતો આકાર હું,