STORYMIRROR

Ritika Ramanandi

Drama Fantasy

2  

Ritika Ramanandi

Drama Fantasy

હું કવિતા લખતી

હું કવિતા લખતી

1 min
866


કવિતા જ મારુ જીવન,

કવિતા જ મારુ મન,

કવિતા જ મારો રાગ,

કવિતા જ મારો સંગાથ,


પતંગિયાંના ગીતોમાં,

રસ્તાઓના સન્નાટામાં,

આકાશના વાદળમાં,

કવિતા બધે જ વસતી,


કવિતામાં ધૂન બનાવતી,

કવિતાને જ ગાતી જતી,

કવિતામાં પોતાને ગોતતી,

કવિતાનાં શબ્દો પરોવતી,


આંખો આંસૂઓથી ભરાઇ જતી,

કવિતા જ મને સંભાળતી;

મનના બેરંગ ચિત્રોમાં,

કવિતા જ રંગ ભરતી;


કવિતા રાજ મારા દિલનું,

કવિતા ફુલ ડાળીનું,

કવિતા પ્રેમ પંખીડું,

કવિતા હૃદય કવિનું,


એટલે હંમેશા હું કહેતી,

સુંગધ કેમ? હવાઓમાં જ રહેતી,

કવિતાને ગંગા સમજતી,

સદાય કવિતામાં વહેતી,


કવિતાને લોકોમાં શોધતી,

કવિતાને મનમાં ઉલ્લેખતી,

કવિતાને હૃદયથી સમજતી,

કવિતાને પ્રેમથી રંગતી,


હું કવિતા લખતી ...

હું કવિતા લખતી.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Ritika Ramanandi

Similar gujarati poem from Drama