હું અને તું
હું અને તું
હું અને તું પ્રેમની વાતો શબ્દની સુવાસ
તું છું યાદ હું છું અહેસાસ ચાલ કરીએ સાહસ,
હું છું છલકતો સાગર તું નદીના નીર ચાલ છબછબીયા કરીએ
તું છે મનની આશ હું છું મિલનની વાત ચાલ હળવા થઈએ,
હું છુ પેલી વાણી તું છું પળની વાત ચાલ મુલાકાત કરીએ
તું છું યાદ હું છું વરસાદ ચાલ મોસમમાં પલળીએ,
હું છું સાદ તું છુ પડઘો ચાલ ટહુકો કરીએ.
