STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિવર

હરિવર

1 min
10

હરિવર એક આધાર તું મારો,

હરિવર એક વિચાર તું મારો,


શરણાગત થઈ આવ્યો દ્વારે,

અંતરયામી શું કહેવું ઉચ્ચારે,

હરિવર ભૂલો ભૂલીને સ્વીકારો,


માયાપાશે હું તો બંધાયો,

જૂઠાજગથી કેવો લલચાયો,

હરિવર હાથ ઝાલીને ઉગારો,


યાદ તારી ક્ષણક્ષણ સતાવે,

વિયોગે એ અશ્રુધાર વહાવે,

હરિવર દીન જાણી આવકારો,


આશ્રય તારા નામનો નિરંતર,

લેજો સંભાળી હે કરુણાકર,

હરિવર છે આતમના ઉદગારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational