STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિનું વ્યસન

હરિનું વ્યસન

1 min
277

હરિના નામનું મને પડી ગયું છે વ્યસન,

ઊઠતાંવેંત સહજ થઈ જાય છે નમન.


સંસારમાં શું હોય સાર ? દઝાડે સહુને,

નામસ્મરણે બુઝાઈ જાતીને ઉરઅગન.


રક્ષક મારા રામ બને પછી હો ભય શાનો ?

જાણે કે હરિનામનાં મેં ધરી લીધાં વસન.


મર્કટવત્ ચંચલ વિચારો સ્થિરતા ડહોળે,

કિંતુ હરિનામઆશ્રયે પરોવાઈ જતું મન.


આશા મોટી પિશાચિની ભરખે ભલભલાને,

હરિ તારા શરણે એનું થઈ જાય કેવું શમન.


રખે પરદેશ છોડીને સ્વદેશ ફરતાની લાગણી,

હરિસંમુખ લાગે મને મળી ગયું જૂનું વતન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational