હરિની અપેક્ષા
હરિની અપેક્ષા


ઘણીબધી આશા રાખીને માનવદેહ દીધો,
કર્મો બધાં જોખીજોખીને માનવદેહ દીધો,
હતી અપેક્ષા પરમેશને કે કૈંક સારું કરશે,
કરુણા વરસાવી આખીને માનવદેહ દીધો,
મૂક્યો વિશ્વાસ એણે માનવમાં અપેક્ષાથી,
કરાવશે માનવતાની ઝાંખીને માનવદેહ દીધો,
કરશે દાનપુણ્યને વળી ભજન શ્રીહરિ તણું,
સૂરજની રાખી હશે સાખીને માનવદેહ દીધો,
ભૂલી જઈ અપરાધો એના ઢગલાબંધ બધા,
એના દોષોને ભૂલી નાખીને માનવદેહ દીધો.