હરિ
હરિ
અશક્યને શક્ય કરી બતાવે હરિ,
નિભાડામાંથી બચ્ચાં બચાવે હરિ,
કરે પોકાર ગજ મકરગ્રાસે પ્રભુને,
ગરુડગામી ગોવિંદ કેવા આવે હરિ,
બેસાડી અંક પ્રહલાદ ચિતા પેટાવે,
કરી ચમત્કાર ભક્તને ઉગારે હરિ,
ખેંચાયાં ચિર ભરીસભામાં પાંચાલી,
પૂરી વસતર લાજ એ સાચવે હરિ,
મહેતાની હૂંડી સ્વીકારવાની વેળાએ,
શેઠ શામળશા રૂપ એ ધરાવે હરિ.
