STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિ વસો

હરિ વસો

1 min
364

વસો હરિ તમે માનવ માત્રના વિચારે વિચારે,

વસો હરિ તમે માનવ માત્રના આચારે આચારે,


નથી લાગતું મંદિર તમારું હોય સાવ સાંકડું,

વસો હરિ તમે સર્વવ્યાપીના આધારે આધારે,


કોઈ શું વદે વાણી વૈખરી કાકને શરમાવતી,

વસો હરિ તમે માનવજીહ્વાના ઉચ્ચારે ઉચ્ચારે,


શું અલગથી આરાધવા પડે હરિવર તમને કદી !

વસો હરિ તમે જનેજનના એ આકારે આકારે,


હોય હરિનું હેત અપાર ના એનું મૂલ્ય અંકાતું,

વસો હરિ તમે મનુજ સમુદાયના પનારે પનારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational