હનુમંત અવતારને
હનુમંત અવતારને
જન્મદિન મુબારક હો હનુમંત અવતારને.
કીધાં રામનાં કામ જેણે જીવન સુખસારને.
સેવકધર્મ નિભાવીને સીતાખોજ કરનારને,
રામમય છે જીવન જેનું રામ એક આધારને.
અહિરાવણથી ઉગારવા દેવીરૂપ ધરનારને,
ધન્ય ધન્ય આંજનેય સફળ કીધો સંસારને.
રામકાજ લગી સદૈવ તત્પર કૃપા પામનારને,
રીઝે જાનકી મુદ્રિકાથી અજરઅમર થનારને.
હરઘડી હરપળ અનુકૂળ રામ દ્રવતા દાતારને,
ના મળે પ્રતિઉપકાર ૠણી સદાય રહેનારને.
